Thursday, 26 February 2015

રીમોટ માઉસ



રિમોટ માઉસ એપની મદદથી કોઇપણ એન્ડ્રોઇડ ફોન અથવા તો આઇફોનને તમારા કોમ્પ્યુટરના માઉસની જેમ ઉપયોગ કરી શકો છો. સૌ પ્રથમ તમારે આ એપને તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરો. એપને ડાઉનલોડ કર્યા બાદ તમારા કોમ્પ્યુટરમાંથી www.remotemouse.net  સાઇટ પર જાઓ અને તમારા ડેસ્કટોપ પર રિમોટ માઉસ સર્વર ઇંસ્ટોલ કરો.

તમારા સ્માર્ટફોનને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરતા પહેલા એ વાતનુ ધ્યાન રાખવુ કે બન્ને ડિવાઇસ એક જ વાઇ-ફાઇ થી કનેક્ટ હોવા જોઇએ. જેથી કરીને તમારા સ્માર્ટફોનમાં કોમ્પ્યુટરમાં ઇંસ્ટોલ કરેલી રીમોટ માઉસ સર્વરને સર્ચ કરીને કનેક્ટ કરી શકે.
માઉસ,કિબોર્ડ,ટચ પેડ

આ એપને તમારા કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરી તમે તમારા સ્માર્ટફોનમાં માઉસ, કિબોર્ડ અને સ્માર્ટ મલ્ટિ ટચ પેડ માં ફેરવી શકો છો.

પર્સનલાઇઝ રિમોટ પેનલ

તમે બેડમાં સુતા સુતા મૂવી જોઇ રહ્યા હોવ કે પછી ઘરમાં કામ કરતા કરતા મ્યુઝિક સાંભળી રહ્યા હોવ  અને તમારે મૂવી ચેન્ચ કરવુ હોય કે વોલ્યુમને ધીમો કરવો હોય તો આ રિમોટ માઉસની મદદથી કંન્ટ્રોલ કરી શકો છો. જેવુ કે  પ્લે, પોઝ, રિવાઇન્ડ, અને ફોર્વર્ડ.

રિમોટ ઇમેઝ વ્યુઅર(iOS Only)
રિમોટ માઉસની મદદથી તમારા સ્માર્ટફોનમાં રહેલા ફોટોઝને સીન્ક વગર તમે કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી શકો છો. હાલમાં આ ફીચર ફક્ત iOS યુઝર્સ માટે છે.
આ ઉપરાંત બીજા ઘણા ફીચર્સ છે જેવા કે તમે તમારા વોઇસ રેકોર્ડી વડે ટાઇપ કરી શકો, એર માઉસ મોડની મદદથી  કંન્ટ્રોલ કરી શકો છો. આ ઉપરાંત  પાવર ઓપ્શન જેવા કે સટડાઉન, રિસ્ટાર્ટ અને ફક્ત એક ક્લિકમાં તમારા કોમ્પ્યુટરને સ્લિપ મોડ કરી શકો છો.


No comments:

Post a Comment