Thursday, 5 February 2015

હાઇકનું વોઇસ કોલિંગ ફીચર લોન્ચ, 200 દેશોમાં ફ્રી કોલ્સની સુવિધા.

મેસેજિંગ એપ હાઇકે નવા વર્ષની શરૂઆતમાં કેટલાક નવા રૂપ લાવવાનો પ્રયાસ કર્યો છે. આ જ કારણ છે કે તેણે પોતાના યુઝર્સને ફ્રી વોઇસ કોલિંગ ફીચર આપ્યું છે. આ ફીચર 2જી, 3જી અને વાઇફાઇ સર્વિસ પર કામ કરે છે.

કંપનીએ જાહેરાત કરી છે કે હવે હાઇકના એન્ડ્રોઇડ યુઝર્સને ફ્રી વોઇસ કોલિંગની સુવિધા પણ મળી રહે છે. ફીચર કંપની દ્વારા નક્કી કરાયેલા 200 દેશોમાં મળી રહેશે, કોલ ક્વોલિટી યુઝરના નેટવર્ક પર ડિપેન્ડ કરશે. ભારતીય કંપની હાઇકના અનુસાર ભારત એક કોસ્ટ સેંસેટિવ દેશ છે જ્યાં ફ્રી વોઇસ કોલિંગની સુવિધા યુઝર્સને ગમશે. કંપનીના જણાવ્યા અનુસાર આ સર્વિસ ટેસ્ટિંગ ફેસમાં છે અને સાથે યુઝર્સને સારી રીતે આપવામાં આવશે. હાલમાં તેને એન્ડ્રોઇડને માટે અને પછી વિન્ડોઝ અને આઇઓએસ યુઝર્સને માટે લાવવામાં આવશે.

હાલમાં યુઝર્સને આ ફીચર અપડેટેડ એન્ડ્રોઇડ એપ પર મળશે. તેના માટે યુઝર્સને આ એપને ગૂગલ પ્લે સ્ટોરથી અપડેટ કરવાનું રહેશે, વર્ષની શરૂઆતમાં હાઇકે જિપ ફોન નામની એક કંપની પણ ખરીદી હતી.

શું છે જિપ ફોન

આ એપ એ દરેક કોન્ટેક્ટ્સને ફોન લિસ્ટમાંથી ડિટેક્ટ કરે છે અને સાથે આ એપને વાપરનારાને પણ. આ પછી આ કોન્ટેક્ટ્સને 3જી કનેક્શન કે વાઇફાઇની મદદથી કનેક્ટ કરી શકે છે અને સાથે આ એપની ખાસ વાત એ છે કે તેના માટે કરાતા કોલ્સને પણ એન્ક્રિપ્ટ કરી શકાય છે. આ સિક્યોર કનેક્શન રહે છે અને સાથે તેના કારણે યુઝર્સની પ્રાઇવસી પર પણ કોઇ અસર થતી નથી


No comments:

Post a Comment