Wednesday 19 August 2015

પહેલાં કિટકેટ, પછી લોલીપોપ અને હવે માર્શમેલો, જાણી લો નવી OSનાં અનોખાં ફીચર્સ

ગૂગલના નવા એન્ડ્રોઇડ વર્ઝનનું નામ જાહેર કરી દેવાયું છે. એન્ડ્રોઇડના વાઇસ પ્રેસિડેન્ટ ઓફ એન્જિનિયર્સ ડેવ બુકે ટ્વિટર પર એક ફોટો શેર કરીને લખ્યું છે, ‘Marshmallow!!!’ ગૂગલ એન્ડ્રોઇડની નવી ઓપરેટિંગ સિસ્ટમ M છે. Mનો અર્થ માર્શમેલો થાય છે, એ હવે સ્પષ્ટ થયું છે. માર્શમેલો એક સુગર કેન્ડી છે અને હવે એન્ડ્રોઇડનું અપડેટ વર્ઝન 6.0 માર્શમેલો હશે.
પહેલાંથી માનવામાં આવતું હતું કે ગૂગલ તેની પરંપરા મુજબ નવી ઓપરેટિંગ સિસ્ટમનું નામ કોઈ મીઠાઈના નામ પરથી રાખવામાં આવશે. જોકે, કંપનીએ આ ટ્વિટ સિવાય લૉન્ચિંગ કે ઉપલબ્ધતાની કોઈ માહિતી આપી નથી. એવું પણ માનવામાં આવે છે કે LG નેક્સેસ સ્માર્ટફોનમાં આ નવી ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી શકે છે.
તાજા રિપોર્ટ અનુસાર ગૂગલની આ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં બેટરી અને રેમનું પર્ફોર્મન્સ ખૂબ સારું હશે. નવા ફેરફારમાં બેટરી અને રેમનું પર્ફોર્મન્સ સુધરશે. મલ્ટિટાસ્કિંગના અને ગેમિંગના શોખીનો માટે આ ફીચર સારું સાબિત થઈ શકે છે. એન્ડ્રોઇડ-Mમાં ગૂગલ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશનનું ફીચર આપી શકે છે. .


No comments:

Post a Comment